બજારના અગ્રણી પ્રિન્ટહેડ સમૂહમાં નવીનતમ ઉમેરા તરીકે Xaar 1002 GS40 દ્વારા ડિઝાઇનરો અદ્ભુત સંયોજન રૂપે સિરૅમિક ટાઇલ્સને સ્પેશિયલ ઇફેક્ટ્સ આપી શકે છે. ઉચ્ચ લેડાઉન ક્ષમતા વાળું GS40 ચળકાટયુક્ત, મેટાલિક, ગ્લૂસ, ગ્લૉસી અને મૅટ ગ્લેઝીસ તેમજ રંગોના ખાસ મોટા કણો લગાડે છે. હવે ટાઇલ ડિઝાઇનરો ડિજિટલી સુશોભિત માનક ટાઇલ્સથી અલગ તરી આવતા ટાઇલ્સ સર્જીને ટાઇલ ઉત્પાદકો માટે વધુ મૂલ્ય અને માર્જિન્સ આપી શકે છે. કેટલીક રોમાંચક નવી શક્યતાઓ તરફ એક નજર કરો.
6pL થી 160pL (પિકોલિટર) સુધીના વિવિધ કદના ટીપાં સાથે, વિવિધ ઇફેક્ટ્સ ઉત્પન્ન કરવા માટે Xaar 1002 સમૂહના પ્રિન્ટહેડ્સને ભેગા કરી શકાય છે. Xaarની TF Technology™ ને આભારી છે કે તમામ ત્રણ પ્રિન્ટહેડ્સ અસાધારણ અને અજોડ વિશ્વસ્નીયતા આપે છે, અને સમાન ભૌતિક પરિમાણો ધરાવે છે જેથી તમારી શ્રેણીમાં ક્ષમતા અને વધુ ઇફેક્ટ્સ ઉમેરવા માટે તેને સરળતાપૂર્વક પ્રિન્ટબારમાંથી કાઢી-મૂકી શકાય છે.