હું આ ડિઝાઇનોને કેવી રીતે નિર્મિત કરી શકું?

વિવિધ ઇફેક્ટ્સ નિર્મિત કરવા માટે Xaar 1002 સમૂહના પ્રિન્ટહેડ્સને ભેગા કરી શકાય છે.

સ્થાપિત GS6 મૉડલ 6-42pL (પિકોલિટર)ના ટીપાંની ધાર છોડે છે, જે તેને આછા રંગોની છટા અને નજીકથી અવલોકન કરતાં વિસ્તૃત ટાઇલ ડિઝાઇનના ઉત્પાદન માટે આદર્શ બનાવે છે, જેવી કે દીવાલ માટેની ટાઇલ્સ.

GS12 એ 12-84pL (પિકોલિટર)નાં વધુ મોટા ટીપાંની ધાર છોડે છે, અને સમૃદ્ધ રંગો તેમજ ઇફેક્ટ્સ નિર્મિત કરવા ઘેરા રંગની તીવ્રતા માટે ઘણી વધુ શાહી પૂરી પાડે છે. વૈકલ્પિક રીતે Xaar 1002 GS12 એ GS6 જેવી જ શાહીની વ્યાપ્તિ આપી શકે છે, પરંતુ તે પ્રિન્ટની ઝડપને બમણી કરીને આપે છે. બન્ને પ્રિન્ટહેડ દ્વારા સિરૅમિક ટાઇલ્સના ઉત્પાદકો નૈસર્ગિક પદાર્થોની આકર્ષક પ્રતિકૃતિ હાંસલ કરી શકે છે.

પસંદ કરી શકાય તેવા 40-160pL (પિકોલિટર) કદનાં ટીપાં સાથે, નવું Xaar 1002 GS40 પ્રિન્ટહેડ નવા સ્પેશિયલ ઇફેક્ટ્સ અને તીવ્ર રંગોની શ્રેણી પ્રિન્ટ કરવા 40 g/m² સુધીનું ઉચ્ચ પિગમેંટ, મોટા કણોવાળી શાહીઓ અને પ્રવાહીઓનું બહોળું લે ડાઉન આપી શકે છે.

તમામ ત્રણ પ્રિન્ટહેડ સમાન ભૌતિક પરિમાણો ધરાવે છે જેથી તમારી શ્રેણીમાં ક્ષમતા અને વધુ ઇફેક્ટ્સ ઉમેરવા માટે તેને સરળતાપૂર્વક પ્રિન્ટબારમાંથી કાઢી-મૂકી શકાય છે.

Xaar શા માટે?

  • પ્રિન્ટની શ્રેષ્ઠ ગુણવત્તા
  • ઉચ્ચતમ ઉત્પાદકતા
  • અજોડ વિશ્વસનીયતા

ફક્ત Xaarના પ્રિન્ટહેડ્સ TF Technology™ (શાહી પુનઃપરિક્રમણ) અને Hybrid Side Shooter™ સંરચના ધરાવે છે, જે ટીપું છોડતી વખતે સીધી નૉઝલની પાછળથી પસાર થઈને ઉચ્ચ દરે શાહીનો સતત પ્રવાહ સુનિશ્ચિત કરે છે. આનો અર્થ એ છે કે પ્રવાહીમાંના હવાના કોઈપણ પરપોટા અને અનિચ્છનીય રજકણો દૂર લઈ જવાય છે, જેને કારણે કઠોરતમ ઔદ્યોગિક વાતાવરણો, જેમ કે ટાઇલ ફેક્ટરીઓમાં પણ વિશ્વસનીયતા સંપૂર્ણપણે સુધરે છે. Xaar માન્ય શાહીઓ વિકસાવીને, ઉપલબ્ધ રંગો અને ઇફેક્ટ્સની વધુ બહોળી શ્રેણી પૂરી પાડવા માટે સિરૅમિક શાહીના તમામ અગ્રણી ઉત્પાદકો સાથે મળીને કામ કરે છે.